ભરૂચ: સબજેલ ખાતે BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કેદીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

ભરૂચ જિલ્લા જેલ ખાતે પૂ. સત્યજીવન સ્વામી અને પૂ. વિનયમૂર્તિ સ્વામીએ કેદીઓને આધ્યાત્મિક અને નૈતિક જીવનના સંદેશ આપ્યા કેદીઓમાં સકારાત્મક વિચારધારાનું પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું

New Update
BAPS Swaminarayan Sanstha
ભરૂચ જિલ્લા જેલ ખાતે આજે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. જેલોના વડા  ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ અને જેલ અધિક્ષક એન.પી.રાઠોડના આયોજનથી યોજાયેલા કાર્યક્રમમાં પૂ. સત્યજીવન સ્વામી અને પૂ. વિનયમૂર્તિ સ્વામીએ કેદીઓને આધ્યાત્મિક અને નૈતિક જીવનના સંદેશ આપ્યા. કાર્યક્રમથી કેદીઓમાં જીવન પરિવર્તન અને સકારાત્મક વિચારધારાનું પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું.

Bharuch Sub Jail

Latest Stories