New Update
ભરૂચમાં હોળી ધુળેટીના પર્વની ઉજવણી
બંગાળી સમાજ દ્વારા કરાય ઉજવણી
બસંત ઉત્સવની ઉજવણી કરવામાં આવી
મોટી સંખ્યામાં લોકો જોડાયા
સંગીતના તાલ સાથે રંગોની છોળ ઉડી
બંગાળી હોળી બસંત ઉત્સવની ભરૃચના બંગાળી સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંગીત સાથે રંગોની છોળો સહિત રંગારંગ રેલીમાં બંગાળી મોટી સંખ્યામાં લોકો જોડાયા.
ભરૂચમાં વસતા બંગાળી પરિવારજનો દ્વારા બંગાળની સાંસ્કૃતિક ઓળખ સમા બસંત બંગાળી હોળીની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.બંગાળી સમાજ શરબોજનીન શરદોત્સવ સમિતિ ઝાડેશ્વર દ્વારા રવીન્દ્રનાથ ટેગોર દ્વારા શરૂ કરાયેલ બસંત ઉત્સવ એટલેકે બંગાળી હોળી ઉત્સવની બંગાળી પરંપરાને જાળવી રાખી નવી પેઢીમાં પણ તેના સંસ્કારનું સિંચન થાય તેવા આશય સાથે છેલ્લા અગિયાર વર્ષથી ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત ઝાડેશ્વર રોડ પર આવેલ મલ્ટિપ્લેક્સ ખાતેથી રંગારંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બંગાળી રવીન્દ્ર સંગીતના તાલે બંગાળી ભાઈ બહેનો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી રંગોની છોળો ઉડાવતા બંગાળી સંસ્કૃતિને ઉજાગર કરતા જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોમા નંદી, અનંદિતા મંડલ, અનંતો ઘોષ, ઝૂમા મૈતી સહિત અન્ય અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
Latest Stories