ભરૂચ: નેત્રંગમાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ, પૂર્વ MLA મહેશ વસાવા જોડાય એવી ચર્ચા !

ભરૂચના નેત્રંગ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચના નેત્રંગમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ

  • આગેવાન દિલીપ વસાવા રહ્યા ઉપસ્થિત

  • આદિવાસીઓ આગેવાનોએ આપી હાજરી

  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

ભરૂચના નેત્રંગ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી નેત્રંગના લાલમંટોડી વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા દ્વારા ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો સંવિધાનને સાથે રાખી પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યાલય પ્રારંભ સમયે આગેવાન દિલિપ વસાવાએ જણાવ્યું હતું કે મહેશ વસાવા એક વર્ષ પહેલાં જ ભાજપમાં જોડાયા હતા પરંતુ ભાજપમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાની વિચારધારા નહીં મળતા રાજીનામું આપ્યું છે.મહેશભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આગળ આવશે તેવું લાગી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં  તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણી યોજાનાર છે.વાલીયા-ઝઘડીયા તાલુકામાં લિગનાઇટ પ્રોજેક્ટ સુનાવણીના કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા,પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને દિલીપ વસાવા એકમંચ ઉપર સાથે જોવા મળ્યા હતા.
Latest Stories