New Update
ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના જાણીતા વાર્તાકાર રાજભા ગઢવીએ એક ડાયરામાં જંગલમાં રહેતા આદિવાસી લોકોને જંગલી અને લૂંટારા કહી સમગ્ર સમાજને ખૂબ મોટો આઘાત થાય તેવી માનહાની કરી છે ત્યારે આ દેશના મૂળ માલિક આદિવાસી છે જેઓ પોતાની સંસ્કૃતિ અને પર્યાવરણનું જતન કરનારા છે.
બહારથી આવેલી બીજી જાતિઓએ આ સમાજનું રાજકીય, આર્થિક ભૌતિક, સામાજિક દરેક રીતે શોષણ કર્યું છે, ત્યારે દિશા વિહિન સમાજને લોકશાહીમાં આવી રીતે જાહેરમાં બદનામ કરવો એ ખૂબ મોટો ગુનો કહેવાય. રાજભા ગઢવી પર એટ્રોસિટી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. ભારત આદિવાસી સંવિધાન સેનાના રાજુ વસાવા સહિતના આગેવાનો દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવેદનપત્ર પાઠવી આ માંગ કરવામાં આવી છે