ભરૂચ: જંબુસર કાવી રોડ પર ટ્રેકટરની ટકકરે બાઈકચાલક આધેડનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

જંબુસરના દહેગામ ખાતે રહેતા 48 વર્ષીય મુસાભાઈ મોટાજી બાઈક પર કાવી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાવી રોડ પર સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટરે અચાનક ટક્કર મારી હતી

New Update
ભરૂચના જંબુસરના દહેગામ ખાતે રહેતા 48 વર્ષીય મુસાભાઈ મોટાજી બાઈક પર કાવી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાવી રોડ પર સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટરે અચાનક ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલક માર્ગ પર પટકાયા હતા.બાઈકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેમને જંબુસર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.