ભરૂચ: PM નરેન્દ્ર મોદીના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણી, સરકારની સિદ્ધિઓનું પ્રદર્શન યોજાયું

મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શક્તિનાથ મહાદેવ મંદિરના સત્સગ હોલ ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

  • ભાજપ દ્વારા કરવામાં આવી ઉજવણી

  • ભરૂચમાં યોજાયું પ્રદર્શન

  • સરકારની સિદ્ધિઓ દર્શાવવામાં આવી

  • ભાજપના આગેવાનો-કાર્યકરો જોડાયા

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શક્તિનાથ મહાદેવ મંદિરના સત્સગ હોલ ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા  વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર સ્થિત સત્સંગ હોલ ખાતે વડાપ્રધાનની અગિયાર વર્ષની સિદ્ધિઓ અને યાત્રાને દર્શાવતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલ અને સફળતાપૂર્વક અમલમાં આવેલા વિકાસ કામો, યોજનાઓ તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતાઓને દર્શાવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, મહામંત્રી નિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ તથા યુવા મોરચા પ્રમુખ રૂષભ પટેલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.દિલ્હીથી ગ્રામ્ય ભારતમાં આવેલા પરિવર્તન, જનકલ્યાણ યોજનાઓ, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઈન્ડિયા, આયુષ્માન ભારત, સ્વચ્છ ભારત અભિયાન અને નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વ જેવી અનેક સિદ્ધિઓને આ પ્રદર્શન દ્વારા જનતાને રૂબરૂ કરાવવામાં આવી હતી.
Latest Stories