ભરૂચ: નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ભાજપ દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરાય

26 ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.

New Update
  • ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજન

  • નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે આયોજન કરાયું

  • વીર બાળ દિવસની ઉજવણી કરાય

  • બાળ દિવસનું મહત્વ સમજાવાયુ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા ભાજપ અને નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત  ઉપક્રમે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
26 ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.આ દિવસે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજીના બે નાના સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી, ભરુચ જિલ્લો તથા નારાયણ વિદ્યાવિહારના સંયુકત ઉપક્રમે  સ્કુલ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરુચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા,મહામંત્રીઓ નિરલ પટેલ ,ફતેસિંહ ગોહીલ તથા મુખ્ય વક્તા તરીકે પૂર્વ વન મંત્રી મોતિસિહ વસાવા સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી વીર બાળ દિનની ઉજવણીનું મહત્વ વર્ણવવા સાથે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપનાર બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.આ પ્રસંગે નારાયણ વિદ્યાવિહાર શાળાના આચાર્ય ડૉ.મહેશભાઈ ઠાકર સહિત શાળા પરિવાર અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories