New Update
/connect-gujarat/media/media_files/2025/01/23/jImT2Jg5sz5RmvyW4lMw.jpg)
ભરૂચના આત્મીય હોલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા 26મી નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક માટે બંધારણ પવિત્ર અને સર્વોચ્ચ સ્થાન છે ત્યારથી બંધારણના સન્માનમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
/connect-gujarat/media/media_files/2025/01/23/4yQUINXM2DVYz0HAiGaZ.jpg)
આ સંદર્ભે ગુજરાતમાં પણ બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 22 જાન્યુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જીલ્લા-મહાનગરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું હતું.
જે અંતર્ગત ભરૂચના આત્મીય હોલ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહીત જિલ્લા,તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો અને પ્રબુધ્ધ નાગરિકો સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories