ભરૂચ: ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો, બિહાર ચૂંટણીમાં મળેલ વિજયની ખુશી વ્યક્ત કરાય

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયું

  • નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3-4-5 અને 6ના સ્નેહ મિલન સમારોહનું જૂની મામલતદાર કચેરી નજીક આવેલ સંકટમોચન હનુમાન મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી અને સ્વદેશી અપનાવા અંગે આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી.સાથે જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મળેલ ભવ્ય વિજય બદલ ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories