ભરૂચ: ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિચાર ગોષ્ઠિ યોજાય

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું

બ્રિટિશરો ભારતથી ગયા પણ તેના કપરાં પરિણામ ભારતની પ્રજાએ ભોગવ્યા છે. જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. આઝાદી તો મળી પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે. જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે. વિભાજન વખતે લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. કોમી રમખાણોમાં કેટલાય નિર્દોષોના જીવ હોમાયા હતા. આ કરૂણાંતિકાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ 14 ઓગસ્ટના  દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે.
જેથી આજની અને આવનારી પેઢીને આ વિભાજનની કરૂણાંતિકાની માહિતી મળી રહે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિચાર ગોષ્ઠિમાં વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ ડે.મેયર ડો.જીવરાજ ચૌહાણે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વિભાજન કાળમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા.,ભરૂચના ધારસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી,ભાજપના મહામંત્રી વિનોદ પટેલ, આગેવાન યોગેશ પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા
Read the Next Article

અંકલેશ્વર: સ્વરછતા સર્વેક્ષણમાં નગર સેવા સદનની મોટી છલાંગ, 63 પરથી 13મો ક્રમ હાંસલ કર્યો

દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે જેમાં અંકલેશ્વર નગર સેવા સદનનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદને સમગ્ર દેશમાં 52મો ગુજરાત રાજ્યમાં 13 મો અને સુરત ઝોનમાં ચોથો ક્રમ હાસલ કર્યો

New Update
  • સ્વરછતા સર્વેક્ષણના પરિણામ જાહેર

  • અંકલેશ્વર નગર સેવા સદનનો સારો દેખાવ

  • સમગ્ર દેશમાં 13મો ક્રમ હાંસલ કર્યો

  • ગતવર્ષે 63માં ક્રમે રહી હતી

  • વિવિધ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરાય

દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં અંકલેશ્વર નગર સેવાસદનનું સારું પ્રદર્શન જોવા મળ્યું છે ગત વર્ષે તેને 63માં ક્રમે રહેલી નગરપાલિકાએ આ વર્ષે સમગ્ર રાજ્યમાં 13મો ક્રમ હાંસલ કર્યો છે.
દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે જેમાં અંકલેશ્વર નગર સેવા સદનનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદને સમગ્ર દેશમાં 52મો ગુજરાત રાજ્યમાં 13 મો અને સુરત ઝોનમાં ચોથો ક્રમ હાસલ કર્યો છે. ગત વર્ષે અંકલેશ્વર નગર સેવાસદનનો સમગ્ર રાજ્યમાં 63 મો ક્રમ હતો જોકે તેમાં સુધારો થઈને આ વખતે 13 મો ક્રમ પ્રાપ્ત થયો છે.અંકલેશ્વર નગર સેવા સદનને ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્ટાર મેળવ્યો છે.સ્વચ્છતા સર્વેક્ષણમાં અંક્લેશ્વરને 12,500માંથી 9,792 ગુણ પ્રાપ્ત થયાં છે.
દક્ષિણ ગુજરાતમાં 3 ગાર્બેજ ફ્રી સીટી પૈકી અંકલેશ્વરનો પણ સમાવેશ થયો છે.ભીના અને સુકા કચરાના નિકાલના મામલે પણ અંકલેશ્વર નગર સેવા સદનને 45 ટકા ગુણ મળ્યા છે.આ અંગે અંકલેશ્વર નગરના પ્રમુખ લલિતા રાજપુરોહિતે જણાવ્યું હતું કે નગરપાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના વિવિધ માપદંડો સુધી પહોંચવા માટે સમયાંતરે  જનજાગૃતિ કાર્યક્રમો સાથે ટેક્નિકલ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ડોર ટુ ડોર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, જાહેરમાર્ગો પર સફાઈ અને સ્વરછતા અંગે લોકોની પણ સહભાગીતાના કારણે આટલી સફળતા પ્રાપ્ત થઈ છે.
Latest Stories