ભરૂચ:સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.

New Update
  • આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ

  • ભાજપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું

  • સોનેરી મહલ વિસ્તારમાં આવેલી છે પ્રતિમા

  • સરદાર પટેલના કાર્યોને યાદ કરવામાં આવ્યા

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.
અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મ જયંતિની ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચના સોનેરી મહલ સર્કલ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.
Latest Stories