ભરૂચ: ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા, મંત્રી મનીષા વકીલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મંત્રી મનીષા વકીલ રહ્યા ઉપસ્થિત

New Update
  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન

  • બાબા સાહેબ આંબેડકરને શ્રધ્ધાસુમન કરાયા અર્પણ

  • મંત્રી મનીષા વકીલ રહ્યા ઉપસ્થિત

  • આગેવાનો અને કાર્યકરોએ આપી હાજરી

ડો બાબા સાહેબ આંબેડકરના મહાપરી નિર્વાણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. 
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ અને ભાજપના મહિલા આગેવાન હેમાલી બોઘાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.બાદમાં ભરૂચ ડિસ્ટ્રીક્ટ કોઓપરેટીવ બેંક ખાતે ડૉ. આંબેડકરના જીવનચરિત્ર અને દેશ નિર્માણમાં તેમના યોગદાન અંગે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ કનુ પરમાર, બીપીન સોલંકી સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories