New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
ભાજપના આગેવાનોની બેઠક યોજાઇ
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ બેઠક યોજાઇ
પ્રભારી ડો.ગણેશ સિંહ રહ્યા ઉપસ્થિત
બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારી
ભરૂચ સર્કિટ હાઉસ ખાતે બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી. ભરૂચ શહેર, અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા "એક ભારત શ્રેષ્ઠ ભારત" સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાન અંતર્ગત ભરૂચ સર્કિટ હાઉસ ખાતે વિશેષ બેઠક યોજાઈ હતી.આ પ્રસંગે બિહાર ભાજપના નેતા અને અભિયાનના જિલ્લા પ્રભારી ડૉ. ગણેશ પ્રસાદ સિંહે સ્થાનિક બિહારી સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર થી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયંતિ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા સંપર્ક અભિયાન પણ હાથ ધરાશે તેવી માહિતી તેમણે આપી હતી.
ડૉ. ગણેશ સિંહે જણાવ્યું કે ગુજરાત સહિત દેશભરના બિહારી ભાઈ-બહેનો એન.ડી.એ. સરકારને મજબૂત બનાવવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.આ પ્રસંગે અન્ય ભાજપના ભાષાભાષી સેલના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories