New Update
ભરૂચ જિલ્લામાં સરની કામગીરી અંતિમ તબક્કામાં
નગર સેવા સદનના દ્રશ્યો સામે આવ્યા
ગાદલા શેતરંજી પાથરી SIRની
BLO-સહાયકો દ્વારા અંતિમ તબક્કાની કામગીરી
જિલ્લામાં 83 ટકા જેટલી કામગીરી પૂર્ણ
ભરૂચમાં ખાસ મતદારયાદી સુધારણા- સરની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે નગર સેવા સદનની કચેરીમાં BLO અને તેમના સહાયકોએ ધામો નાંખી ગાદલા શેતરંજી પર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.
ભરૂચમાં ખાસ મતદારયાદી સુધારણા- સરની કામગીરી અંતર્ગત એમ્યુરેશન ફોર્મ ઓનલાઇન કરવાની કામગીરીની 11મી ડિસેમ્બરની સમયસીમાને હવે માત્ર 2 દિવસ બાકી રહયાં છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આખું તંત્ર કામે લાગી ગયું છે. ભરૂચ નગર સેવા સદનની કચેરી ખાતે બીએલઓ અને તેમના સહાયકો જયાં જગ્યા મળી ત્યાં બેસી ફોર્મ ઓનલાઇન કરવાનું કામ કરી રહયાં છે. બીએલઓ અને સહાયકો ગાદલાઓ અને શેતરંજી પાથરીને એમ્યુરેશન ફોર્મ ઓનલાઇન કરી રહયાં છે.
પાલિકાના સેક્રેટરી, ઉપપ્રમુખ, વિપક્ષી નેતા અને સભાખંડ સહિતની કચેરીમાં કર્મચારીઓ જમીન પર બેસીને કામગીરી કરી રહયાં છે.એમ્યુરેશન ફોર્મને અપલોડ કરવાની કામગીરી દરમિયાન મતદારનું 2002ની મતદારયાદીમાં નામને લઇ મુશ્કેલી નડી રહી છે.હાલના મતદારનું નામ 2002ની મતદારયાદીમાં મળી જાય તો એક ફોર્મ 7 થી 8 મિનિટમાં અપલોડ થઇ જાય છે પણ જો નામ ન મળે તો વિલંબ થાય છે. એક કર્મચારી દિવસમાં સરેરાશ રોજના 100 જેટલા ફોર્મ અપલોડ કરે છે.
ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી થયેલ સરની કામગીરી પર નજર કરીએ તો કુલ ૧૩,૧૦,૬૦૦ મતદારો પૈકી ૧૩,૦૮,૦૭૭ એટલે કે ૯૯.૮૧ ટકા મતદારોના એન્યુમરેશન ફોર્મ ડિજિટાઈઝેશનની કામગીરી આજદિન સુધી પૂર્ણ કરવામાં આવી છે. ૧૩,૦૮,૦૭૭ ૯૯.૮૧ ટકા મતદારો પૈકી અંદાજીત ૧૦,૯૨,૩૫૯ ૮૩.૩૫ ટકા મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી અપલોડ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં મૃત્યુ પામેલા મતદારોની સંખ્યા અંદાજે ૭૦૧૪૭ છે, મળી ન આવતા હોય તેવા ગેરહાજર મતદારોની સંખ્યા અંદાજીત ૨૮૨૧૨ છે.
Latest Stories