ભરૂચ: PM મોદીના જન્મદિવસ નિમિત્તે ગણેશ મહોત્સવમાં યોજાય રક્તદાન શિબિર, રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

ભરૂચના ભોલાવ ગામ ખાતે ભોલાવ યંગસ્ટર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચના ભોલાવમાં કરાયુ આયોજન

  • ગણેશ મહોત્સવમાં યોજાય રક્તદાન શિબિર

  • રક્તદાતાઓએ કર્યું રક્તદાન

  • પી.એમ.મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન

ભરૂચના ભોલાવ ગામ ખાતે ભોલાવ યંગસ્ટર ગ્રુપ દ્વારા ભોલાવના રાજાધિરાજ ગણપતિ પંડાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મો જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે  રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ખાસ પ્રસંગે ગામ તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, સ્થાનિક આગેવાનો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories