New Update
/connect-gujarat/media/media_files/2025/12/06/jambusar-hospital-2025-12-06-20-51-18.jpg)
ભરૂચના જંબુસર નજીકનો બનાવ
દરિયામાં બોટ પલટી ગઈ
ONGCના કામદારોની બોટ પલટી
25 કામદારોને બચાવી લેવાયા
ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા.
ભરૂચના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક સમી સાંજના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલા શ્રમજીવીઓને લઈ જતી બોટ અચાનક દરિયામાં પલટી ગઈ હતી.બોટમાં લગભગ 30 જેટલા કામદારો સવાર હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/12/06/jambusar-hospital-2025-12-06-20-51-38.png)
પ્રાથમિક માહિતી મુજબ, એક કામદારનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય એક કામદાર લાપતા છે. બાકી તમામ કામદારોને બચાવી તાત્કાલિક તબીબી સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ધારાસભ્ય ડી.કે. સ્વામી અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ દોડી ગયા અને ઘટનાની વિગત તથા બચાવ કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.
Latest Stories