New Update
અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટના
ભરૂચના 3 મૃતકોના મૃતદેહ વતન લવાયા
પોલીસ બંદોબસ્ત સાથે મૃતદેહ વતનમાં લાવવામાં આવ્યા
પરિવારજનોનું હૈયાફાટ રુદન
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
અમદાવાદની પ્લેનક્રેશની ઘટનામાં જીવ ગુમાવનાર ભરૂચના 3 પેસેન્જરોના ડી.એન.એ.મેચ થયા બાદ મૃતદેહ વતન લાવવામાં આવ્યા હતા. જ્યાં અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અમદાવાદમાં સર્જાયેલી પ્લેનક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ પેસેન્જરના મોત નીપજ્યા હતા ત્યારે ત્રણ પૈકી 3 મૃતકોના ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર જંબુસરના સારોદ ગામના યુવાન સોહેલ પટેલ, ભરૂચની અલમીના સોસાયટીમાં રહેતા મહિલા સાજેદા મીસ્ટર અને મુમતાઝ પાર્કમાં રહેતા અલતાફ પટેલનો મૃતદેહ પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં વતનમાં લાવવામાં આવ્યો હતો.
મૃતદેહ તેઓના ઘરે પહોંચતા જ પરિવારજનો અને સબંધીઓનું હૈયાફાટન જોવા મળ્યું હતું ત્યારબાદ બંનેની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અંતિમયાત્રામાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને સામાજિક આગેવાનો પણ જોડાયા હતા.કબ્રસ્તાનમાં બન્ને મૃતકોને સુપુર્ડે ખાક કરવામાં આવ્યા હતા. પ્લેનક્રેશની ઘટના બાદ મૃતદેહ પરિવારજનો સુધી પહોંચાડવામાં મદદ કરનાર તમામ લોકો અને સરકારી તંત્રનો સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો.
Latest Stories