ભરૂચ: કેલ્વીકુવા-બેડોલી રોડ પરથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો,હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ

ભરૂચ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર ચંદ્રકાન્ત મણીલાલ પટેલના ખેતરમાં સવારના સમયે પસાર થતાં ખેતમજુરોને એક મૃતદેહ નજરે પડયો હતો.

New Update
gujaratbharuch
Advertisment
ભરૂચ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર ચંદ્રકાન્ત મણીલાલ પટેલના ખેતરમાં સવારના સમયે પસાર થતાં ખેતમજુરોને એક મૃતદેહ નજરે પડયો હતો.જેમાં ખેતમજુરે નેત્રંગ પોલીસનો સંપર્ક કરીને જાણ કરતાં તાત્કાલિક પોલીસ કમઁચારી ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી.જેમાં વાલીયા તાલુકાના ડુંગરી ગામના 24 વર્ષીય મેહુલ ઉફઁ અનિલ ચંપક વસાવાનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું.
નેત્રંગ પોલીસે બનાવની ગંભીરતા જાણી યુવાનના મૃતદેહને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે,કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપરથી ૨૪ વષીઁય યુવાનનો મૃતદેહ મળતા યુવાને આત્મહત્યા કરી કે યુવાનની હત્યા કરવામાં આવી જે રહસ્ય હાલ અકબંધ છે.
Advertisment
Latest Stories