New Update
-
ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
-
બૌદ્ધ સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવાયું
-
બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને આપવા માંગ
-
મોટી સંખ્યામાં લોકો જોડાયા
-
રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે કલેક્ટરને આવેદનપત્ર આપી મહાબોધિ મહાવિહાર, બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવા માંગ કરી હતી. ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બોધગયા,મહાબોધિ મહાવિહાર, જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કરોડો બૌદ્ધ અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.
1949ના મહાબોધિ મંદિર અધિનિયમ હેઠળ 9 સભ્યોની સમિતિ દ્વારા તેનું સંચાલન થાય છે. તેમાં 4 હિંદુ, 4 બૌદ્ધ અને ગયા જિલ્લાના કલેક્ટર સામેલ છે. બૌદ્ધ સમુદાયે આક્ષેપ કર્યો છે કે, સમિતિમાં બૌદ્ધોની સંખ્યા ઓછી હોવાથી બૌદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ વિરુદ્ધ પ્રવૃત્તિઓ વધી રહી છે.બૌદ્ધ ધર્મવિરોધી પ્રવૃત્તિઓ પર કોઈ રોક નથી અને દોષિતો સામે કોઈ કાર્યવાહી થતી નથી.
બૌદ્ધ સમુદાયે દલીલ કરી છે કે, ભારતના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો તેમના અનુયાયીઓ સંચાલિત કરે છે. હિંદુ મંદિરો હિંદુઓ, મસ્જિદો મુસ્લિમો, ગુરુદ્વારા શીખો, ચર્ચો ખ્રિસ્તીઓ અને પારસી અગિયારી પારસી સમુદાય સંચાલિત કરે છે ત્યારે મહાબોધિ મંદિર અધિનિયમ 1949 રદ કરી મહાબોધી મહાવિહાર,બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
Latest Stories