New Update
/connect-gujarat/media/media_files/2025/07/02/screenshot_2025-07-02-07-44-04-39_439a3fec0400f8974d35eed09a31f914-2025-07-02-08-59-42.jpg)
ભરૂચ સી ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.62 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.1.62 લાખની કિંમતના 10 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.આ સાથે જ નાણાંકીય છેતરપીંડીનો ભોગ બનનાર 2 અરજદારોને રૂ.૨,૩૧,૭૫૫/- તથા ૧૨,૩૧૬/- તેઓના બેંક ખાતામાં પરત અપાવવામાં આવગ હતા.આમ સી ડિવિઝન પોલીસ દ્વારા કુલ રૂ. ૪,૦૭,૦૬૭/- નો મુદામાલ પરત આપવામાં આવ્યો છે.