New Update
ભરૂચની અપનાઘર સોસાયટીનો બનાવ
દુષિત પાણીના કારણે રહીશો પરેશાન
સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો
અધિકારીઓ પાણીના નમૂના લઈ જતા રહ્યા
હજુ સુધી પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં
ભરૂચ નગર સેવા સદનની હદમાં આવેલ આપના ઘર સોસાયટીમાં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપના ઘર સોસાયટીના રહીશો હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે જેના કારણે સોસાયટીમાં માંદગીનું પ્રમાણ વધ્યુ છે.આ અંગે સ્થાનિકો નગરપાલિકામાં વારંવાર રજુઆત કરી હોવા છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.સ્થાનિક મનહરભાઈના જણાવ્યા અનુસાર અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ તો લેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી અને નળમાંથી ગંદુ પાણી આવવાનું હજુ પણ યથાવત જ છે.
Latest Stories