New Update
/connect-gujarat/media/media_files/2025/07/12/ankleshwar-gidc-police-2025-07-12-17-18-10.jpg)
ભરૂચ પેરોલ ફર્લો સકોર્ડની ટીમે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ચોરીના ગુનામાં 9વર્ષથી નાસતા ફરતા આરોપીની છોટાઉદેપુરના કાકડપા ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લામાં પેરોલ,ફર્લો જમ્પ ફરાર આરોપી અને નાસ્તા ફરતા આરોપીઓ પકડવા ખાસ ઝુંબેશ અંતર્ગત પી.એસ.આઈ ડી.એ.તુવેરના માર્ગ દર્શન હેઠળ પેરોલ ફર્લો સકોર્ડની ટીમ નાસ્તા ફરતા આરોપીને પકડવાના છોટાઉદેપુરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કાકડપા ગામમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રાજુ નસરિયા ધાનકાને ઝડપી પાડી તેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકને હવાલે કર્યો હતો.આરોપી છેલ્લા 9 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.