New Update
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ નજીક આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાતા કારમાં સવારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે સાત લોકોની ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા
ભાવનગરના પ્રહલાદ ચોકમાં રહેતા ભાર્ગવ માવજી ભાઈ પટેલના ગામના સંબંધી વિઠ્ઠલ ગીગાભાઈ કોરડીયાને સામાજીક કામ અર્થે સુરત જવાનું હોય તેઓની સાથે મોહન નાગજીભાઈ ઠઠ, હરીશ પ્રેમજીભાઈ ઠંઠ,દિનેશ પિકભાઈ ઠંઠ તથા સવજી ઠાકરસીભાઈ ઠંઠ બધા મળીને તેઓની કાર લઈને સુરત જવાનું નક્કી કર્યું હતું. જેથી તેઓ 19 મી રોજ રાત્રીના ગાડીના ડ્રાઈવર ઇમ્તિયાઝ ઉસ્માન મહંમદ સમા સાથે સુરત જવા માટે નીકળ્યા હતા.આજે વહેલી સવારે વડોદરાથી દિલ્હી-મુંબઈના એક્સપ્રેસ હાઇવે ઉપર સુરત તરફ જઈ રહ્યા હતા.
આ સમયે તે ભરૂચના આમોદ તાલુકાના માતર ટોલનાકાથી નજીક કાર ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળ ચાલતી ટ્રકમાં કાર ધાડાકાભેર ભટકાવી હતી.જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ તમામને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં અમોદના સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડયા હતા. જેમાં હાજર તબીબે દિનેશ ધિરુભાઈ ઠંઠને માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મૃત જાહેર કર્યા હતા.બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories