શુકલતીર્થ રોડ પર કાર ચાલકે 2 બાઇકને મારી ટક્કર
કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત
ગંભીર ઈજાને પગલે વીજ કર્મીનું મોત
અન્ય એક ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
અકસ્માત બાદ કાર પણ પલટી ગઈ
પોલીસે શરૂ કરી અકસ્માતની તપાસ
ભરૂચ થી શુક્લતીર્થ જવાના માર્ગ પર તળાવ પાસે એક ઇકો કાર ચાલકે 2 બાઈકને ટક્કર મારી હતી. જેમાં એક બાઈક સવાર વીજ કંપનીના કર્મચારીનું મોત થયું હતું.જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી.તો કાર પણ અકસ્માત બાદ પલટી ખાઈ ગઈ હતી.એક ઇકો કાર શુકલતીર્થ રોડ પરથી પસાર થઈ રહી હતી.ત્યારે માર્ગમાં આવતા તળાવ પાસે એકાએક કાર ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબૂ ન રહેતા એક પછી એક બે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના બનાવમાં વીજ કર્મી મેહુલસિહ રાજનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય બાઈક ચાલકને પણ ગંભીર ઇજા થઇ હતી.અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તો અકસ્માત બાદ ઇકો કાર પણ પલટી ખાઇ ગઇ હતી.અકસ્માત સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.