New Update
/connect-gujarat/media/media_files/2025/03/25/treHMd7Nslh39nMUvvdP.png)
ભરૂચ દહેજ રોડ ઉપર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
ભરૂચ દહેજ રોડ પર શ્રાવણ ચોકડી નજીકથી પસાર થઈ રહેલ કાર ચાલક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી જેમાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. ચાલતી કારનું સ્ટિયરિંગ અચાનક જ લોક થઈ જતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રવણ ચોકડી નજીક ઓવરબ્રિજના નિર્માણની કામગીરી પણ ચાલી રહી છે જેના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.