ભરૂચ: ન.પા.ના કર્મચારીનું ફરજ દરમ્યાન મોત નિપજવાનો મામલો, યોગ્ય વળતરની માંગ સાથે ક્લેકટરને કરાય રજુઆત

રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા શંભુ જયસીંગભાઇ વસાવાનું તારીખ 21-1- 2025ના રોજ સોનેરી મહલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નિપજ્યું હતું.

New Update
  • ભરૂચ ન.પા.ના કર્મચારીનું નિપજ્યું હતું મોત

  • વોટર વર્ક્સ વિભાગમાં ફરજ બજાવતો હતો કર્મચારી

  • ચાલુ ફરજ દરમ્યાન મોત નિપજ્યું હતું

  • પરિવારજનોએ કરી યોગ્ય વળતરની માંગ

  • કલેકટરને કરવામાં આવી રજુઆત

ભરૂચ નગર સેવાસદનના વોટરવર્ક્સ વિભાગમાં ફરજ બજાતા કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મોત નિપજતા તેમના પરિવારજનોને યોગ્ય વળતરની માંગ સાથે આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી
ભરૂચ નગર સેવાસદનના વોટરવર્ક્સ વિભાગમાં રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષની ફરજ બજાવતા શંભુ જયસીંગભાઇ વસાવાનું તારીખ 21-1- 2025ના રોજ સોનેરી મહલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નિપજ્યું હતું.
આ અંગે તેઓના પરિવારજનો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકામાં યોગ્ય વર્તનની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી વળતર ન ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે આજરોજ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર તેમજ તેમના પુત્રને નોકરીની માંગ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને પરિવારજનો જોડાયા હતા.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.