ભરૂચ: જંબુસરના વેડચ ગામે મકાનમાં લાગેલી આગમાં રોકડા રૂ.1.25 લાખ સ્વાહા, દાગીના પણ બળી ગયા !

ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે ત્યારે જંબુસર તાલુકાના વેડચ ગામે બે મકાનોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • ભરૂચના જંબુસરનો બનાવ

  • વેડચ ગામે 2 મકાનમાં આગ

  • આગના પગલે અફરાતફરી

  • રોકડા રૂ. 1.25 લાખ બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચના જંબુસરના વેડચ ગામે 2 મકાનોમાં આગ લાગતા રોકડા રૂ.1.25 લાખ અને દાગીના આગમાં બળીને ખાક થઈ ગયા હતા
ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે ત્યારે જંબુસર તાલુકાના વેડચ ગામે બે મકાનોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું બનાવની જાણ થતાની સાથે જ નજીકમાં આવેલી પી.જી.પી. ગ્લાસ કંપની તેમજ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આગમાં ઘરમાં રહેલ રોકડા રૂપિયા 1.25 લાખ બળીને ખાક થઈ ગયા હતા તો સાથે જ સોના ચાંદીના દાગીના પણ આગમાં બળી ગયા હતા જેના કારણે મકાન માલિકને ભારે નુકસાન પહોંચ્યું હતું.
Latest Stories