ભરૂચ:કિન્નર સમાજના અખાડામાં નવરાત્રીના પર્વની ઉત્સાહભેર ઉજવણી

ભરૂચના વેજલપુર વિસ્તારના વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડામા  નવરાત્રીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

New Update

ભરૂચમાં નવરાત્રીના પર્વની ઠેર ઠેર ઉજવણી

કિન્નર સમાજ દ્વારા પણ ગરબા મહોત્સવનું આયોજન

અખાડામાં શેરી ગરબા મહોત્સવ યોજાયો

કિન્નર સમાજના સભ્યો સ્વકંઠે ગાય છે ગરબા

મન મુકીને ગરબા રમવામાં આવે છે

ભરૂચના વેજલપુર વિસ્તારના વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડામા  નવરાત્રીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
જગતની માં જગદંબા ની આરાધનાના પર્વ નવરાત્રીની હાલ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના કિન્નર સમાજ દ્વારા પણ માતાજીના પર્વની ઉજવણી કરાઈ રહી છે. નવરાત્રીના પર્વ નિમિત્તે શેરી,મહોલ્લા, સોસાયટી તેમજ પાર્ટી પ્લોટમાં DJ અથવા ગરબા વૃંદના તાલે ખેલૈયાઓ માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે પરંતુ ભરૂચના વેજલપુરના વાણીયાવાડ વિસ્તારમાં આવેલા કિન્નર સમાજના અખાડે વર્ષોથી માતાજીનું સ્થાપન કરી શેરી ગરબા મહોત્સવનું આયોજન કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીં ગરબા DJ અથવા ગાયક વૃંદ દ્વારા નહિ પરંતુ સ્વયંમ કિન્નર સમાજના કોકિલાકુંવર નાયક પોતાના સ્વરે ગરબા ગાઈ લોકોને ગરબે ઝુમાવી રહ્યા છે જેમાં વેજલપુર તથા આસપાસના લોકો મોટી સંખ્યામાં જોડાઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે
Latest Stories