ભરૂચ: હજરત સૈયદ અહમદ બિન અલ એદ્રુસ બાવાના 423માં ઉર્સ શરીફની ઉજવણી

કોમી એકતા તેમજ ભાઈચારાના સંદેશરૂપી સંત એવા હજરત હાફિઝ સૈયદ અહમદ બિન સૈયદ એદ્રુસ બાવાના 423માં ઉર્સ મુબારકની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ઉર્સ શરીફની ઉજવણીના કાર્યક્રમનું આયોજન

  • એદ્રુસ બાવાના 423માં ઉર્સ શરીફની ઉજવણી

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

ભરૂચ શહેરમાં આવેલ હજરત સૈયદ અહમદ બિન અલ એદ્રુસ બાવાના 423માં ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના શહેનશાહ તરીકે જેમને ઓળખવામાં આવે છે તેવા અને કોમી એકતા તેમજ ભાઈચારાના સંદેશરૂપી સંત એવા હજરત હાફિઝ સૈયદ અહમદ બિન સૈયદ એદ્રુસ બાવાના 423માં ઉર્સ મુબારકની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી.

સંદલ શરીફની રશ્મ તેમના મજાર  ઉપર અદા કરવામાં આવી હતી ત્યારબાદ દુરુદો સલામ પેસ કર્યા બાદ દેશ દુનિયામાં શાંતિ ભાઈચારો અને એકતા બની રહે તે માટે સજજાદા નસીન સહિતના મુસ્લિમ આગેવાનોએ દુવાઓ કરી હતી ત્યારબાદ મહેફિલે શમાંનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે બીજા દિવસે શહેનશાહએ ભરૂચ એવા સૈયદ એદૃસ બાવાના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.

Latest Stories