New Update
ભરૂચમાં યોજાશે જનજાગૃતિ કાર્યક્રમ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન
એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે કરાશે ચર્ચા
આત્મીય હોલ ખાતે આયોજન
સમાજવિદ ડો.અનિલ પટેલ આપશે હાજરી
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “One Nation, One Election” જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાને જોતા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૨૧ જૂન ૨૦૨૫, શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે યોજાશે.કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ ડૉ. અનિલ પટેલ "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" વિષય પર વિચારવિમર્શ રજૂ કરશે. દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતગાર કરવા આજે હોટલ રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદની અધ્યક્ષતા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરણ મજમુદાર દ્વારા કરવામાં આવી હતી. સાથે અનિષ પરીખ સહિત સંસ્થાના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories