ભરૂચ: છોટુ વસાવાના ભાણેજ રાજુ વસાવા અને ટેકેદારો આપમાં જોડાયા, રાજકારણમાં ગરમાવો

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કદાવર નેતા રાજુ વસાવા સહિતના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા

New Update
raju vasava
ભરૂચની વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ  રાજુ વસાવા અને  યુવા આગેવાન રજની વસાવા સહિત સરપંચો વિધવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કદાવર નેતા રાજુ વસાવા સહિત વાલિયા તાલુકાના યુવા આગેવાન રજની વસાવા અને સરપંચો વિધવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
તેઓને ખેસ પહેરાવી અરવિંદ કેજરીવાલે પક્ષમાં  આવકાર્યા હતા.ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના માર્ગદર્શન હેઠળ તેઓએ આપનું ઝાડુ પકડ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે  કે રાજુ વસાવા આદિવાસી મસીહા અને પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના ભાણેજ છે.જેઓએ આપ સાથે હાથ મિલાવતા જ રાજકારણ ગરમાયુ છે.
Latest Stories