ભરૂચ: ઝઘડિયાના વણાકપોર ગામે દીવાલ ધરસાઈ થતા બાળકનું મોત

રાજપારડી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે એક મકાનનું કામ ચાલી રહ્યું હતું. જેના બાજુમાં એક જૂનું

New Update
wall

રાજપારડી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે એક મકાનનું કામ ચાલી રહ્યું હતું. જેના બાજુમાં એક જૂનું મકાન આવેલું છે જ્યાં ક્રીશિવકુમાર ભાવિક પટેલ નામનો ચાર વર્ષીય  બાળક રમી રહ્યો હતો. ત્યારે એકાએક મકાનની દિવાલ અચાનક ધરસાઇ થતા બાળક દિવાલ નીચે દટાઈ ગયો હતો જેને તાત્કાલિક દીવાલ નીચેથી કાઢી અવિધાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાજર તબિયત તેને મૃત જાહેર કર્યું હતું

Latest Stories