-
સબ જેલના મેદાનને બચાવવાનો પ્રયાસ
-
જેલ સત્તાધીશો બનાવવા માંગે છે દીવાલ
-
દીવાલની કામગીરીથી ચાલી રહ્યો છે વિવાદ
-
બાળકો અને યુવાનોની ગાંધીગીરી
-
મેદાનની સાફ સફાઈ કરી
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના બાળકો અને યુવાનો દ્વારા વિવાદિત બનેલ સબ જેલ મેદાન પર સફાઈ અભિયાન હાથ ધરી મેદાન બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ અને છેલ્લા કેટલાક સમયથી જેલ સત્તાધીશોની દીવાલ બનાવવાની કામગીરીના કારણે સબ જેલ ગ્રાઉન્ડ વિવાદિત બની ગયુ છે.
આ મેદાન પર આ વિસ્તારના બાળકો તેમજ કેટલીયે શાળાના વિદ્યાર્થીઓ પણ રમત ગમત પ્રવુતિ માટે ઉપયોગ કરતા હોય છે.પણ છેલ્લા કેટલાક સમયથી સબ જેલ મેદાન પર જેલ પ્રશાસન દ્વારા દીવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા તેનો વિરોધ કલેક્ટર થી લઇ કોર્ટ સુધી પહોંચ્યો છે.આ મેદાન બચાવવાના સંદેશ સાથે સ્થાનિક બાળકો અને યુવાનોએ ગાંધીગીરી કરી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.