ભરૂચ: શહેર ભાજપ દ્વારા દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન, આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયું

  • દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • આગેવાનો કાર્યકરોએ આપી હાજરી

ભરૂચમાં ભાજપ દ્વારા વોર્ડ નં. 7 થી 11નો સ્નેહમિલન કાર્યક્રમ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે  યોજાયો હતો
ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં વોર્ડ નંબર 7 થી 11નો દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ પાંચેય વોર્ડના સભ્યો અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પાંચેય વોર્ડના નાગરિકોને આગેવાનોએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વદેશી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. 
Latest Stories