/connect-gujarat/media/media_files/2025/07/02/civlis-2025-07-02-16-06-55.jpeg)
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાકક્ષાએ સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરાયું હતું.
જે અંર્તગત આજરોજ નેત્રંગ તાલુકા વહીવટીતંત્રની આગેવાનીમાં સિવિલ ડિફેન્સ તાલીમનું આયોજન કરાયું હતું. ગત જૂન માસમાં તારીખ ૨ થી ૬ જૂન સુધી શ્રીમતિ એમ. એમ. ભક્ત હાઈસ્કૂલ ખાતે તાલીમાર્થીઓને તાલીમ આપી તેમની પરીક્ષા લેવામાં આવી હતી, તેવા તમામ તાલીમાર્થીઓને આજથી ફરી મામલતદાર કચેરી ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર, સિવિલ ડિફેન્સ અંકલેશ્વર જયદેવસિંહ વાઘેલા તાલીમ આપી રહ્યા છે.આ તાલીમમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ દરમિયાન – જેમ કે આગ, ભૂકંપ, પૂર, યુધ્ધ જેવી પરિસ્થિતિઓમાં પોતાની જાતને કેવી રીતે બચાવવી, અન્ય લોકોને કેવી રીતે બચાવવા, સલામત સ્થળનો ઉપયોગ કરવો વગેરે બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.