ભરૂચ: મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવી !

ભરૂચ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવી હતી જેમાં કર્મચારીઓ જોડાયા હતા

New Update

સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી

ભરૂચમાં ઉજવણી કરવામાં આવી

મામલતદાર કચેરીમાં કરાય સાફ સફાઈ

અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા

પરિસરમાં કરવામાં આવી સાફ સફાઈ

ભરૂચ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવી હતી જેમાં કર્મચારીઓ જોડાયા હતા
રાજ્ય સરકાર દ્વારા તારીખ બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ મામલતદાર કચેરી ખાતે સાફ-સફાઈ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા  પરિસરમાં સાફ-સફાઈ કરાઈ હતી. તો સાથે જ દરેક વિભાગોમાં પણ સાફ-સફાઈ કરી રેકોર્ડને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા અને બિનજરૂરી ચીજ વસ્તુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા
Latest Stories