New Update
ભરૂચમાં યોજાયુ વિરોધ પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન
ભાજપ સરકાર પર મતદાર યાદીમાં ગોટાળાના આક્ષેપ
વોટ ચોર ગાદી છોડના સૂત્રોચ્ચાર કરાયા
પોલીસે 20 કાર્યકરોની કરી અટકાયત
ભરૂચ જિલ્લા કોંગ્રેસે મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ દ્વારા મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં થયેલી ગેરરીતિના આક્ષેપ સાથે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો.રેલવે સ્ટેશન બહાર ડો. બાબા સાહેબની પ્રતિમા પાસે કોંગ્રેસના આગેવાનોએ ઘરણા પ્રદર્શનો કર્યા હતા વોટ ચોર, ગાદી છોડના નારા સાથે કોંગી કાર્યકરોએ વાતાવરણ ગજવી ભાજપ સરકારનો હુરિયો બોલાવ્યો હતો.
કોંગસના 20 મિનિટ સુધી વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર, ધરણા ચાલ્યા બાદ પોલીસે કોંગી કાર્યકરોને રોકતા ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા 20 જેટલા આગેવાનો, કાર્યકરોને ડિટેઇન કર્યા હતા. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, સમસાદ અલી સૈયદ, નાઝુ ફડવાલા, શેરખાન પઠાણ સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Latest Stories