New Update
ભરૂચનો ચકચારી મનરેગા કૌભાંડનો મામલો
કોંગ્રેસ નેતા હીરા જોટવાના જામીન ના મંજુર
સેસન્સ કોર્ટે જામીન નામંજુર કર્યા
સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કરી દલીલ
કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાની દલીલ
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્રની જામીન અરજી ના મંજુર સેસન્સ કોર્ટે ના મંજુર કરી છે.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ રીમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીઓને સબ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો ત્યારે કોંગી નેતા અને તેના પુત્ર દ્વારા જામીન અરજી સેસન્સ કોર્ટમાં મુકવામાં આવી હતી. જેના પર સુનાવણી થતા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે બંનેના જામીન ના મંજૂર કર્યા છે.
આ અંગે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે હીરા જોટવા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હોવા સાથે પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કરાયો હોવાની દલીલ કરાઈ હતી. હીરા જોટવાએ ડમી એજન્સી બનાવી તમામ પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ તરફ હીરા જોટવાના વકીલે જોટવા હાર્ટ પેશન્ટ હોવાની અને રાજકીય અગ્રણી હોવાંથી રાજકીય રંગ આપવા આરોપી બનાવાયા હોવાની દલીલ કરી હતી જો કે કોર્ટે તે ગ્રાહ્ય રાખી ન હતી.અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
Latest Stories