ભરૂચ : કોંગ્રેસનું "સંગઠન સૃજન અભિયાન", AICCના નિરીક્ષક સંજય દત્તે પત્રકાર પરિષદને કર્યું સંબોધન

ઝાડેશ્વર સ્થિત સર્કિટ હાઉસ ખાતે“સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.આ પ્રસંગે AICCના નિરીક્ષક સંજય દત્ત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

New Update
  • કોંગ્રેસનું સંગઠન સૃજન અભિયાન

  • અભિયાન અંતર્ગત યોજાઈ પત્રકાર પરિષદ

  • AICC નિરીક્ષકે આપ્યું માર્ગદર્શન

  • કોંગ્રેસ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટેના પ્રયાસો

  • કોંગ્રેસ લોકોના પ્રશ્નોને આપશે વાચા

ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારાસંગઠન સૃજન અભિયાન” અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.આ પ્રસંગે AICCના નિરીક્ષક સંજય દત્ત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા પત્રકારોને સંગઠન સૃજન અભિયાન સંદર્ભે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના નિરીક્ષક સંજય દત્ત દ્વારા સંગઠન સૃજન અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસ આગેવાનો દ્વારા સંગઠનના પુનઃ નિર્માણ માટેની વ્યૂહરચના અને કાર્યપદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસ માત્ર ચૂંટણી જીતવા માટેની પાર્ટી નથીપણ લોકશાહીના સિદ્ધાંતો માટે સતત સંઘર્ષશીલ સંસ્થા છે.આ અભિયાન હેઠળ કોંગ્રેસ જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચીલોકોના પ્રશ્નો માટે લડશે અને તેમની વાચા બનશે.

સાથે સાથે કાર્યકરોને પડતી મુશ્કેલીઓનું સમાધાન લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશેજેથી સંગઠન વધુ મજબૂત બનીને નવી દિશામાં આગળ વધી શકે.આ પ્રસંગે GPSCના પી.ડી. વસાવાગ્યાસુદ્દીન શેખનિલેશ પટેલ અને પ્રભાતસિંહ સોલંકી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાશહેર પ્રમુખ હરેશ પરમારપ્રવક્તા નાઝુ ફડવાળા તેમજ અનેક સ્થાનિક આગેવાનોહોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: જંબુસર સહિત સમગ્ર જિલ્લાના હજારો રેશનકાર્ડ ધારકોને તંત્રની નોટીસ, પાત્રતા ન હોય એવા લાભાર્થીઓને નહીં મળે અનાજ !

રેશનકાર્ડ ધારકોનું કેવાયસી થતા કેટલાક રેશનકાર્ડ ધારકો પાત્રતા ન ધરાવતા હોવા છતા અનાજ મેળવી રહ્યા હોવાનું બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
  • રાજ્ય સરકારના આદેશ બાદ કાર્યવાહી

  • રેશનકાર્ડ ધારકોને તંત્રએ નોટીસ પાઠવી

  • પાત્રતા ન ધરાવતા કાર્ડ ધારકો અનાજ લેતા હોવાનું બહાર આવ્યું

  • નોટીસ પાઠવી 7 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ

  • કોંગ્રેસે તંત્રની કાર્યવાહીનો નોંધાવ્યો વિરોધ

ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારી 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે.રેશનકાર્ડ ધારકોનું કેવાયસી થતા કેટલાક રેશનકાર્ડ ધારકો પાત્રતા ન ધરાવતા હોવા છતા અનાજ મેળવી રહ્યા હોવાનું બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાભરની સસ્તા અનાજની દુકાનના રેશનકાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશનકાર્ડ ધારકોની પોલ ખુલી હતી જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની 72 દુકાનોમાં એપીએલ બીપીએલ અંત્યોદય રેશનકાર્ડ ધારકો હોય આ તમામ રેશનકાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર જંબુસર મામલતદાર એન.એસ વસાવાની સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમારની સૂચના હેઠળ 25 હજાર ઉપરાંત રેશનકાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 
જેમાં 20,895 રેશનકાર્ડ ધારક જમીનદારો, ચાર રેશનકાર્ડ ધારક 25 લાખથી વધુની આવક, 457 રેશનકાર્ડ ધારક 6 લાખથી વધુની આવક, 18 એમસીએ ડાયરેક્ટર, તથા ડુપ્લીકેટ રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ના હોવાનું બહાર આવ્યું હતુ. આ તમામ રેશનકાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.  સાત દિવસમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે, પૂર્તતા નહીં થાય તેવા ગ્રાહકોના નામ રદ કરાશે.
આ પ્રકારની કામગીરી ભરૂચના અન્ય તાલુકા અને સમગ્ર રાજ્યમાં પણ કરવામાં આવી રહી છે જેની સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પાઠવાયેલ નોટીસોમાં PM-KISAN યોજના અથવા જમીન માલિકીના આધાર પર રેશનકાર્ડ રદ કરવા જણાવાયું છે, જે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ, 2013 તથા બંધારણની કલમ 21  જીવન અને આહારના હકનું ખુલ્લું ઉલ્લંઘન છે. જમીનની માલિકી આર્થિક સ્થિતિનું સાચું પ્રતિબિંબ નથી. સંયુક્ત કુટુંબોમાં વારસાઈ વહેચણ બાદ હિસ્સો નહિવત રહે છે અને ખેડૂતોની આવક પૂરતી નથી. આવી સ્થિતિમાં અનાજ કાપવુએ લોકોના પેટ પર લાત મારવા સમાન છે.
Latest Stories