ભરૂચ: ડો.બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન

  • બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • કોંગ્રેસના આગેવાનો જોડાયા

  • પુણ્યતિથિ નિમિત્તે યોજાયો કાર્યક્રમ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ સભ્યો અને હોદ્દેદારોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, કોંગ્રેસ અગ્રણી અરવિંદ ધોરાવાલા સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા ડૉ. આંબેડકરના દેશ માટેના અવિસ્મરણીય યોગદાન અને સામાજિક ન્યાય માટે કરેલા પ્રદાનને યાદ કર્યા હતા.
Latest Stories