New Update
ભરૂચ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રજુઆત
નગર સેવા સદનમાં રજુઆત કરાય
લારી ગલ્લાધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ
હોકર્સ ઝોન બનાવવા રજુઆત કરાય
દબાણ હટાવો ઝુંબેશથી ગરીબોને હાલાકી ન પડે એવી માંગ
ભરૂચ લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પીક જગ્યા ફાળવવાની માંગ સાથે વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગર સેવા સદનમાં રજુઆત કરવામાં આવી હતી ભરૂચ લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પીક જગ્યા ફાળવવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગર પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી.ભરૂચ નગર સેવા સદનની દબાણ શાખા દ્વારા તાજેતરમાં શહેરનાં મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરાયા.
માર્ગોનાં બંને છેડે ખાણી-પીણીની લારીઓ, શાકભાજી- ફુટ વિક્રેતાઓ વગેરે ઉભા રહીને જે રોજી રોટી કમાઈ રહ્યા હતા. તેમની લારીઓ પાલિકા દ્વારા હટાવવામાં આવી. તેને ડીટેઈન પણ કરાઈ હતી વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ અને કોંગી કોર્પોરેટરોએ આ કામગીરીને સારી ગણાવી હતી જો કે શહેરનાં મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે દબાણ હટાવવું જરૂરી છે પણ જે લોકો બોલી શકતા નથી તેવા લોકો પર પાલિકાની કામગીરીએ અન્યાયકારક છે.
શહેરની એવી કેટલીય બિલ્ડીંગો છે જેમાં પાર્કિંગની વ્યવસ્થા નથી પરીણામે લોકોએ રસ્તા પર પોતાનાં વાહનો પાર્ક કરે છે. ઘણા માલેતૂજારોએ રસ્તા ઉપર દબાણ કર્યું છે પરંતુ પાલિકાની હિમત નથી થતી કે તેમને કાયદાનો પાઠ શીખવાડે સહિતની રજુઆત કરવામાં આવી હતી અને હોકર્સ ઝોનની યોજના અમલમાં મુકવાની માંગ કરવામાં આવી હતી.
Latest Stories