ભરૂચ: કે.જે.પોલીટેક્નિક કોલેજમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં ન આવતા વિવાદ, સંચાલકોને કરાય રજુઆત

ભરૂચની શ્રી કે જે પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ વિભાગમાં સેમિસ્ટર-2 માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીને કોલેજની મિડ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો

New Update
  • ભરૂચમાં આવેલી છે કે.જે.પોલીટેક્નિક કોલેજ

  • પોલીટેક્નિક કોલેજનો વિવાદ સામે આવ્યો

  • પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેસવા દેવામાં ન આવતા વિવાદ

  • વિદ્યાર્થીઓ દ્વારા સંચાલકોને કરાય રજુઆત

  • વિદ્યાર્થીઓની હાજરી ઓછી હોવાથી લેવાયો હતો નિર્ણય

ભરૂચની શ્રી કે જે પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ વિભાગમાં સેમિસ્ટર-2 માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીને કોલેજની મિડ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો
ભરુચની કે જે પોલિટેકનિક કોલેજનો વિવાદ સામે આવ્યો છે જેમાં ઇલેક્ટ્રીક વિભાગમાં સેમેસ્ટર ટુ માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થી માંથી 107 વિદ્યાર્થીને કોલેજની મિડ પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોલેજ તરફથી હાજરીનું કારણ આપવામાં આવી રહ્યું છે  પરંતુ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીનું કોઈપણ પ્રકારનું હાજરીનું પત્રક જાહેર કરવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હાજરી વિષયમાં વોર્નિંગ આપ્યા વગર જ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજરોજ કોલેજના સંચાલકોને વિદ્યાર્થી આગેવાન યોગી પટેલની આગેવાનીમાં રજુઆત કરવામાં આવી હતી.
આ અંગે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રીક વિભાગના આવા વલણના કારણે દર વર્ષે લગભગ 60 થી 80 વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે.
આજ વર્ષે પ્રથમ સેમીસ્ટર માં 232 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જે હવે બીજા સેમીસ્ટરમાં 180 વિદ્યાર્થી જ રહ્યા છે. 56 વિધાથૅીઓએ કોલેજ અભ્યાસ છોડી દિધી છે . 
આ અંગે કોલેજના પ્રોફેસર એસ.એમ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીટીયુના નિયમના આધારે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા ભવિષ્યમાં હાજરી અંગે તેઓએ કાળજી રાખવાની બાંહેધરી આપતા હવે તેઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.