ભરૂચ : ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલ્કત દર્શવાતા વિવાદ

ભરૂચમાં સનાતની હિન્દૂ સમાજ દ્વારા વકફની મિલકતો બાબતે  પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટ પર ભરુચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શવાતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો

New Update

ભરૂચમાં સનાતની હિન્દૂ સમાજ દ્વારા વકફની મિલકતો બાબતે  પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટ પર ભરુચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શવાતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો

ભરૂચમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે  વકફની મિલકતો બાબતે  પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.જેમાં સ્વામી મુક્તાનંદ, કુકરવાડા ત્રીગુણાતીત આશ્રમના સ્વામી લોકેશાનંદ, ઉપરાંત બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટીઓ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટ પર  ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શવવા  સાથે ભરુચમાં 1400થી વધુ મિલકતો પણ વકફની દર્શાવવામાં આવી હોવાનું  જણાવી વકફના કાયદાનો દુરુપયોગ કરાઈ રહયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.ઐતિહાસિક બટુકનાથ  વ્યાયામશાળાના ટ્રસ્ટી પિનાકીન રાજપૂત, પ્રકાશ મોદીએ આઝાદી પહેલા 1913માં સ્વાતંત્ર્ય સેનાની એવા પુરાણી બંધુઓ દ્વારા વ્યયમશાળાની સ્થાપના કરવામાં આવી હોવાનું જણાવી આ સમગ્ર મિલકત સરકારી ચોપડે બટુકનાથ વ્યાયામ શાળાના નામે નોંધાયેલી છે ત્યારે વકફની મિલકત વેબસાઈટ પર કેવી રીતે દર્શાવાઈ છે તે પ્રશ્ન છે .આ અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓને મળી નથી ત્યારે આ વકફ ના કાયદા હેઠળ પડાવી લેવાનું ષડયંત્ર હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો.
હિન્દુ અગ્રણી અને એડવોકેટ  કૃણાલ પંડ્યાએ ભરુચમાં વકફની 1400 થી વધુ મિલકતો દર્શાવવામાં આવી હોવાનું કહી  વકફના કાયદાનો ગેરલાભ ઉઠવવામાં આવતો હોય તે નાબૂદ કરવાની પણ માંગ કરી હતી.
   
Latest Stories