અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે JPCની બેઠક મળી,હર્ષ સંઘવી અને ઔવેસી વચ્ચે થયા શાબ્દિક પ્રહાર
વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુદ્દીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુ ભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા હતા.