ભરૂચ: NSEના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી રૂ 63.94 લાખની ઠગાઈ કરનાર દંપતીની ધરપકડ

NSEના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી ₹63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ દંપતીને નડીયાદ ખાતેથી ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

ભરૂચ સી ડિવિઝન પોલીસને મળી સફળતા

સ્ટોક એક્સચેન્જના બ્રોકરની આપવામાં આવી હતી ઓળખ

ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની થઈ હતી ઠગાઈ

ઠગ દંપતીની પોલીસે કરી ધરપકડ

નડિયાદથી ધરપકડ કરવામાં આવી

NSEના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી ₹63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ દંપતીને નડીયાદ ખાતેથી ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ  સ્ટેશનમાં શેરબજારમાં રોકાણના નામે રોકાણકારો સાથે રૂપિયા 63.94 લાખની છેતરપિંડીનો ગુનો 24 ઓગસ્ટના રોજ દાખલ થયો હતો.ભરૂચના આર કે કાઉન્ટીમાં રહેતા બેકાર એવા ઠગ બ્રજેશકુમાર શ્રીવાસ્તવ, તેની પત્ની નિશા શ્રીવાસ્તવ અને અંશલાલા શ્રીવાસ્તવએ પૂર્વ આયોજીત કાવતરું રચી N.S.E.ના નામે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. NSE ના અધિકારીની ખોટી સહી તથા સિક્કાનો ઉપયોગ કરી પોતાની નેશનલ સ્ટોક એક્ષચેન્જના બ્રોકર તરીકેની ખોટી ઓળખ આપી હતી.આ ખોટા દસ્તાવેજો મિત્ર એવા ફરીયાદીને રૂબરૂ, ઈમેલ તથા વોટસએપ દ્વારા મોકલી છેતરપીડી કરવાના ઈરાદે મિત્રતાના નામે ફરીયાદી તથા ફરીયદીના ઓળખીતા મિત્રો પાસેથી ₹63.94 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.શ્રીવાસ્તવ દંપત્તિ ફરીયાદી તથા તેના મિત્રો સાથે છેતરપીડી કરી ગુનો આચરી ફરાર થઇ ગયું હતું.ભરૂચ સી ડિવિઝન PI વી.આર.ભરવાડએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરતા ભેજાબાજ દંપતીને નડીયાદ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
#Bharuch #CGNews #NSE #arrested #accused #Fraud #couple #brokers
Here are a few more articles:
Read the Next Article