New Update
/connect-gujarat/media/media_files/2025/09/09/life-imprisonment-2025-09-09-18-46-26.jpg)
ભરૂચના ભોલાવ વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટના અંગે સેશન કોર્ટનો ચુકાદો આવ્યો છે. દેવું વધી જવાથી માનસિક તણાવમાં આવેલા જગદીશ સોલંકીએ પોતાની પત્ની, અઢી વર્ષની દીકરી અને 7 માસના દિકરાની છરીના ઘા મારી નિર્દયતાથી હત્યા કરી હતી. હત્યા બાદ તેણે પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.લોનના હપ્તા ચૂકવી ન શકવાના કારણે તેણે હત્યાકાંડને અંજામ આપી જાતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આરોપી જગદીશ સોલંકી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.પગાર કરતા લોનના હપ્તા વધી જતાં તેણે આર્થિક સંકડામણમાં પરિવારજનોની જ હત્યા કરી હતી.આ મામલો કોર્ટ સુધી પહોંચતા ભરૂચમાં પ્રિન્સિપલ જજ આર.કે.દેસાઈ સમક્ષ સરકારી વકીલ પરેશ પંડ્યા દ્વારા મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટએ દલીલોને માન્ય રાખતાં જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે.
Latest Stories