New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજન
GNFC ગ્રાઉન્ડ પર આયોજન કરાયું
ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય
શિક્ષકોએ ઉત્સાહભેર લીધો ભાગ
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું GNFC ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિક્ષકોમાં મિત્રભાવ કેળવાય તે હેતુથી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના જીએનએફસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ભરૂચના તમામ નવ તાલુકાના શિક્ષકોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ રાજ્ય સ્તરે યોજનાર ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે ત્યારે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories