ક્રાઇમ બ્રાન્ચે 2 રીઢા ચોરની કરી ધરપકડ, ચોરીના ગુનાને આપ્યો હતો અંજામ

ભરૂચ એલસીબીએ ભરુચ-અંકલેશ્વર સહિત ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બે આરોપીને ઝડપી પાડ્યા હતા 

aropi
New Update

ભરુચ એલસીબીએ ભરુચ-અંકલેશ્વર સહિત ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બે આરોપીને ઝડપી પાડ્યા હતા 

ભરુચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ એમ.એમ.રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર પેટ્રોલિંગમા હતો તે દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં સાત દિવસ પહેલા થયેલ બાઇક ચોરી અને અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયેલ આરોપી ઉમેશ દયાલભાઈ બગડીયા સંડોવાયેલ છે.અને હાલ તે શાન હોટલ પાસે ચોરીની બાઇક સાથે ફરી રહ્યો છે.
જેવી બાતમીના આધારે બાતમી વાળા ઇસમને અટકાવી બાઇકના દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે ગત તારીખ-20મી જૂનના રોજ અંકલેશ્વર જેલમાંથી બહાર આવેલ કોસમડીની બાંધકામ સાઇટ પાસેથી બાઇક ચોરી કરી હતી અને બીજા દિવસે બાઇક લઈ કોસમડીની શ્રીધર સોસાયટીમાં એક મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવા સાથે ત્રણ દિવસ પછી ઓસારા રોડની બાજુમાં એક નવી બીલ્ડીંગની સાઇટ પરથી એસ.એસ.ના નળ ચોરી કર્યા હોવાનું કબૂલાત કરી હતી.આ ચોરીના નળ ઓસારા રોડ પર આવેલ ભંગારની દુકાનમાં વેચાણ કર્યા હોવાની પણ કબૂલાત કરી હતી પોલીસે મૂળ બોટાદ અને હાલ નવા કાસીયા ગામના ટેકરી ફળિયામાં રહેતો ઉમેશ દયાળભાઇ બગડીયા તેમજ ભંગારી સરવણ લાદુજી ગુજ્જરને પડી પાડ્યો હતો અને ચોરી થયેલ સામાન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
#Bharuch #thieves #bike #Crime branch #Steal #Two accused Arrested
Here are a few more articles:
Read the Next Article