New Update
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટર સાઇકલ ચોરી તેના સ્પેરપાર્ટ છૂટા કરી ભરૂચના વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતાં ઓચ્છણ ગામના ત્રણ ઈસમોને ચોરીની પાંચ બાઈકો સહિત 1.97 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે હાલ સુરત શહેરમાં રહેતો અને મુળ ઓચ્છણ ગામનો સુફીયાન સલીમ પટેલ,જાવીદ આદમ બગસ તેમજ રીયાઝ મુસ્તાક પટેલ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટર સાઇકલો ચોરી કરી લાવી વાગરા આસપાસના ગામડાઓમાં વેચાણ કરે છે.હાલ ત્રણેય ઓચ્છણ ગામે નંબર વિનાની સ્પેલન્ડર મોટર સાઇકલ લઈ ફરી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે ઓચ્છણ ગામના પાટીયા સ્થિત બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી.
તે વેળા બાતમી વાળી બાઇક આવતા પોલીસે તેને અટકાવી વાહનના દસ્તાવેજો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આવતા પોલીસે તેઓની વધુ પૂછપરછ કરતાં ત્રણેય ઇસમો પિતરાઇ થતા હોય સુફીયાન સુરત શહેરમાં રહેતો હોવાથી સુરતના વિસ્તારથી જાણકાર હોવાથી જાવીદ અને રીયાઝ ભરૂચથી સુરત વાહન ચોરી કરવા જતા અને ત્યાં ત્રણેય પિતરાઇ ભાઇઓ મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંમાંથી બાઇક ચોરી કરી વાગરાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડુત મજુરોને વેચી દેતા હોવા સાથે કોઈક બાઈકોને ખોલી તેના સ્પેરપાર્ટો વેંચી નાખતા હતા ત્રણેય આરોપીઓએ ભેગા મળી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૭ બાઈકો ચોરી કરી હતી.પોલીસે આરોપીઓ પાસેથી 5 બાઇક,2 એન્જીન, મળી કુલ રૂ.1.97 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories