New Update
/connect-gujarat/media/media_files/2025/04/15/zvZoXGikC7Uw5bhTx5wq.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે જંબુસર તથા આમોદ પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારોમાંથી ONGC દ્વારા ભુગર્ભ ઓઈલ સંશોધન માટે નાંખવામાં આવેલ કેબલો, જીઓફોન તથા CX મશીનોની ચોરી કરનાર ગેંગ મહેસાણા તરફની છે અને તેઓ કાર લઈ ચોરી કરવા આવે છે. આ ગેંગનો એક સાગરીત મહેસાણા ખાતે છે જે મુજબની બાતમી મળતા. એલ.સી.બી.ની એક ટીમને તાત્કાલિક મહેસાણા ખાતે તપાસમાં રવાના કરવામાં આવી હતી જ્યાં ચોરી કરતી ગેંગનો સાગરીત વશીમ ઈબ્રાહીમ અલ્લારખા બાદશાહ મહેસાણા શહેરમાંથી ગુનામાં ઉપયોગમા લેવાયેલ કાર સાથે મળી આવતા તેની અટકાયત કરી ભરૂચ લાવવામાં આવ્યો હતો.
આરોપીએ પૂછતાછમાં જણાવ્યું હતું કે મહેસાણાના યાકુબ તથા બીજા ચાર માણસો સાથે મહેસાણાથી મારૂતિ ઈક્કો તથા એક મારૂતિ સ્વિફ્ટ કાર લઈ ચોરી કરવા માટે જંબુસર પંથકમાં આવતા અને ONGC નું કામ ચાલતુ હોય ત્યાં માલ સામાન બહાર પડેલ હોય ત્યાંથી કેબલ વાયરો તથા અન્ય મશીનરીની ચોરી કરી ગાડીઓમાં ભરી મહેસાણા લઈ જતા અને મહેસાણાના કાદર નામના વ્યક્તિને આપી દેતા હતા.
પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કાર સહિત રૂ.3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ગુનામાં પોલોસે યાકુબ રહેવાસી મહેસાણા કાદર રહેવાસી, મહેસાણા તથા અન્ય ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories